આજરોજ  સૂર્ય મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે

તા.૧૬.૧૨.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ આઠમ , પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, પ્રીતિ   યોગ, બાલવ  કરણ આજે  બપોરે ૨.૦૪  સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ).

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ  ૧૬.૧૨.૨૦૨૨ શુક્રવાર, સૂર્ય મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે કે ધનારખ શરુ થઇ રહ્યા છે. સૂર્ય જયારે ગુરુના ઘરમાં અને ધર્મની રાશિમાં આવે છે ત્યારે સૂર્ય એટલે કે આત્મા એક દિવ્ય અધ્યાત્મ તરફ આગળ વધે છે અને માટે જ ત્યારે દુન્યવી કાર્યના મુહૂર્ત આપવામાં આવતા નથી કેમ કે આ સમયમાં આત્માની સંસ્કારિતા વધારવાનો સમય હોય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગુજરાત માં નવી સરકારે ગત ૧૨ ડિસેમ્બરે શપથ લીધા આ વખતની શપથ કુંડળીની ચર્ચા મુરબ્બી વડીલ અને જ્યોતિષાચાર્ય શ્રી કે.વી.મેહતા સાહેબ સાથે થઇ તેમણે  શપથ કુંડળીના આધારે કેટલાક મુદ્દા જણાવ્યા તે વાચક મિત્રોને અત્રે જણાવું છું.શપથ વિધિ બાદ સરકાર ઘણી ક્રિયાશીલ રહે લોક હિત અને વિકાસ ના કાર્યો  થાય સરકારમાં મુખ્ય વ્યક્તિઓએ તબિયત ની કાળજી લેવી અનિવાર્ય બની રહે સરકારે ગુજરાતનું દેવું વધે નહી તેના પર ખાસ ધ્યાન આપવું અનિવાર્ય બને વળી આગળ જતા મંત્રીમંડળનો વિસ્તાર થઇ શકે અને કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ ને આગામી દિવસોમાં છેડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે પરંતુ ઓલઓવર સરકારનું પરફોર્મન્સ સારું જોવા મળે.