આજે અમરેલીમાં ગુજરાત કેટરર્સ એસો.ની સાધારણ સભા

અમરેલી,
અમરેલીનાં આંગણે રાજ્યભરનાં કેટરર્સ આજે પધારશે. આજે તા.20નાં અમરેલીમાં ગુજરાત કેટરર્સ એસો.ની સાધારણ સભા યોજાશે. કડવા પટેલ સમાજની વાડી ખાતે ઓલ ગુજરાત કેટરર્સ એસોસીએશનની મી18 વાર્ષિક સાધારણ સભાનાં ગુજરાત ભરનાં તમામ મેમ્બરો ઉપસ્થિત રહેશે અને સાધારણ સભાનાં સ્થળે કેટરર્સ એસોસીએશનને અનુરૂપ 20 જેટલા સ્ટોલ ઉભા કરાશે તથા રાત્રે મ્યુઝીકલ નાઇટનું પણ આયોજ કરાયું હોવાનું અને આ મી18 વાર્ષિક સાધારણ સભા માટે અમરેલી શહેર કેટરર્સ એસો. દ્વારા સંપુર્ણ આયોજન કરાયું હોવાનું શ્રી બંટીભાઇ અજમેરાએ જણાવ્યું .