આજે અમરેલીમાં વેક્સીનનાં 10 હજાર ડોઝ આવશે

  • પ્રથમ સાડા આઠ હજાર હેલ્થ વર્કરોને ડોઝ અપાશે

અમરેલી,
નવ-નવ મહિના સુધી હાહાકાર મચાવનાર કોરોનાને નાથવા માટે દેશભરમાં વેક્સીનનો પ્રારંભ 16મી એ થવાનો છે ત્યારે અમરેલીમાં આજે બુધવારે 10 હજાર વેક્સીનના ડોઝ આવી પહોંચનાર હોવાનું આરોગ્ય વર્તુળોએ જણાવ્યુ હતુ. અમરેલી જિલ્લાના અમરેલી શહેર ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, બગસરા, બાબરા, લાઠી ખાતે 16મી થી વેક્સીન આપવાનો પ્રારંભ કરાશે અને સૌ પ્રથમ સાડા આઠ હજાર જેટલા સરકારી અને ખાનગી હેલ્થ વર્કરોને રસીના ડોઝ અપાશે.ત્યાર બાદ બાકીના દોઢ હજાર જેટલા ડોઝ ફ્રન્ટલાઇનમાં કામ કરનાર લોકોને આપવામાં આવે તે પ્રકારનું આયોજન કરાયું હોવાનું જાણવા મળેલ છે બે ડીગ્રીથી આઠ ડિગ્રી સુધીના તાપમાનમાં રાખવામાં આવનાર વેક્સીનના આ ડોઝને 16મી તારીખ સુધી અમરેલીમાં રાખવામાં આવશે ડોઝ આવે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેનું એસકોટીંગ કરાનાર હોવાનું પણ જાણવા મળેલ છે જાણવા મળતી માહિતી અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ માટેની તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે.