આજે અમરેલીમાં સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજની પ્રાર્થનાં સભા

  • અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ શ્રી ઉદયનભાઇ ત્રિવેદી દ્વારા આયોજન
  • સંઘ પરિવાર તથા ભાજપ અને લીગલ અને પત્રકાર ક્ષેત્રનાં તેજસ્વી તારલા સમા શ્રી અભયભાઇની બપોરે 3 થી 5 પ્રાર્થનાં સભા

અમરેલી,
અમરેલી ખાતે આજે બપોરે 3 થી 5 અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખશ્રી ઉદયનભાઇ ત્રિવેદી દ્વારા બ્રહ્મ સમાજનાં જળહળતા તારલા જેવા સ્વ.અભયભાઇ ભારદ્વાજની પ્રાર્થનાં સભાનું શશાંક મહાજન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંઘ પરિવાર, ભાજપનાં પાયાનાં આગેવાન અને રાજ્યસભાનાં સાંસદ સ્વ.અભયભાઇ પત્રકાર પણ રહી ચુક્યાં હતાં અને લીગલ ક્ષેત્રે તેમની ઉજ્જવળ કારકીર્દી હતી. અને તે રાજકોટ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ તમામ સમાજમાંથી બહોળો ચાહક વર્ગ અને મિત્ર મંડળ ધરાવતા હતાં.