આજે અમરેલી જિલ્લામાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા સભાઓ ગજવશે

  • જેને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે તેવા ભાજપના સ્ટાર પ્રચારકનું વતનમાં આગમન

અમરેલી,
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને આજે કેન્દ્ર સરકારનાં મંત્રીશ્રી રૂપાલા લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટ, બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટ અને લીલીયા તાલુકાની લીલીયા અને ક્રાંકચ જિલ્લા પંચાયત સીટોમાં જાહેરસભાને સંબોધન કરશે. શ્રી રૂપાલાના કાર્યક્રમને લઇને અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા,જિલ્લા પ્રમુખ શ્રી કૌશીકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ, લાઠી, બાબરા અને લીલીયા તાલુકા ભાજપની ટીમ સહીતનાં આગેવાનો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.
હાલ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ આગામી તા.ર8 ફેબુ્રઆરી ના રોજ યોજાનાર છે. ચુંટણી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે આજે તા.રપ ના રોજ ભારત સરકારનાં કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા લાઠી, બાબરા અને લીલીયા તાલુકામાં જાહેર સભાને સંબોધશે.ભારત સરકારના મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા બપોરે 3:1પ કલાકે લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટ, બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટમાં સાંજે પ:00 કલાકે, તથા લીલીયા તાલુકાની ક્રાંકચ જિલ્લા પંચાયત સીટમાં રાત્રે 7:30 કલાકે અને લીલીયા જિલ્લા પંચાયત સીટમાં 9:00 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. આ તકે પાર્ટીનાં કાર્યર્ક્તાઓ, આગેવાનો દ્રારા કરવામાં આવેલ કલ્યાણના કામો લોકોને સમજાવી ભાજપનાં ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરશે તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.