આજે અમરેલી જિલ્લો ઘરમાં દિપ પ્રગટાવી પરશુરામ જયંતી ઉજવશે

અમરેલી,અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે ભગવાન પરશુરામજીના પ્રાગટય અવસરની આસ્થાભેર ઉજવણી થનાર છે. સાંજે 8:15 કલાકે સૌ પોત પોતાના ઘરમાં રહી અનુકુળ હોય તો વધ્ાુને વધ્ાુ દિવા પ્રગટાવી ભગવાન પરશુરામજીનો પ્રાગટય મહોત્સવ ઉજવવા અને લોકડાઉનનું પાલન કરવા દરેકે પોતાના ઘરમાં જરહેવા અનુરોધ સાથે ઉજવણી સાદગીસભર કરવા આયોજન થયુ છે. ભગવાન શ્રી પરશુરામજીના અવતરણ પર્વે સૌ વિશ્ર્વને કોરોનાની મહામારીમાંથી ઉગારે તેવી પ્રાર્થના કરવા અમરેલી જીલ્લા બ્રહ્મ સમાજના ચેતન વંતા પ્રમુખ શ્રી ઉદયનભાઇ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.
વિશ્ર્વભરમાં કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયો છે. તેથી લોકડાઉનને ધ્યાને લઇ આજે પરશુરામ જયંતીની પોતાના ઘરમાં જ દિપ પ્રગટાવી ઉજવણી કરવા અમરેલી જીલ્લા બ્રહ્મ સમાજના શ્રી એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે વધ્ાુમાં એવુ પણ જણાવ્યુ કે કોરોનાને કારણે લોકો મુશ્કેલી વેઠી રહયા છે તેથી મદદરૂપ થવા માટે બ્રહ્મ સમાજ અને તેને સંલગ્ન સંસ્થાઓએ 1500 કીટોનો વિતરણ કર્યુ હતુ. વધ્ાુમાં જણાવ્યુ કે જીલ્લામાં જુદા જુદા ઘટકોમાં માસ્ક વિતરણ અને કીટ વિતરણ બદલ શ્રી ત્રિવેદીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.અમરેલી જીલ્લામાં દરેક તાલુકા મથકોમાં હોદેદારો કાર્યકરોએ પોત પોતાના ક્ષેત્રે કપરા સમયમાં સેવાકીય પ્રવૃતી કરેલ છે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બ્રહ્મ સમાજની ટીમના તમામ સભ્યો કે જેઓએ દાતાઓ પાસેથી કીટો દાનમાં મેળવવા માટે પ્રયત્નો કરી તેમનુ વિતરણ જરૂરીયાતમંદો સુધી પહોંચે તે માટે અર્થાત પ્રયત્નો કરવા બદલ તેમના તમામ સભ્યોને સેલ્યુટ સાથે વંદન કર્યા હતા તથા બ્રહ્મ સમાજના વડીલો ગીજુભાઇ ભરાડ, પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપદાદા પંડયાએ જીલ્લાની ટીમને માર્ગદર્શન પુરૂ પાડી જુસ્સો વધાર્યો હતો અને નવી શક્તિનો સંચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મોભી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ તથા સેલભાઇ જોષી સહિતે માર્ગદર્શન આપ્યુ હતુ. બાબરા, લાઠી, વડીયા, લીલીયા ,કુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા, ચલાલા, દામનગર, ચિતલ, કુંકાવાવમાં કીટ તથા માસ્ક વિતરણ કર્યા હતા. અને ભોજન પ્રસાદ કાર્યવાહી બદલ જીલ્લાના તમામ હોદેદારોનો જીલ્લા બ્રહ્મ સમાજ આભારી છે તેમ જણાવ્યુ હતુ.