આજે અમરેલી સહકાર પરિવાર દ્વારા 21 હજાર વૃક્ષોનું વિતરણ

અમરેલી, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, દેશના સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમર ડેરીના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે આજે અમરેલી સહકાર પરિવાર દ્વારા અમર ડેરી ખાતે 21 હજાર વૃક્ષોનું વિતરણ કરાનાર છે.જિલ્લાની 400 મંડળીઓના માધ્યમથી 400 ગામોમાં 21હજાર વૃક્ષો ઉછેરવામાં આવશે અને આજે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,શ્રી કૌશિક વેકરીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા,શ્રી મુકેશ સંઘાણી તથા શ્રી જયંતિભાઇ પાનસુરીયા,શ્રી અરૂણ પટેલ સહિતની ટીમ સહકાર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.