આજે જન્મ દિવસે મિત્રો પાસે અનોખા પ્રકારની ગીફટ માંગતા શ્રી નાસીર ટાંક

  • અમરેલીનાં યુવા અગ્રણીની અનોખી પહેલ
  • મિત્રો,વડીલો,આપ્તજનો અને અમરેલીના લોકો કોરોનામાં સાવચેત, સલામત રહે પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે તે સૌથી મોટી ગીફટ હશે

અમરેલીના કાવેરી ગોળ વાળા સામાજિક, સેવાકીય પ્રવૃતીઓમાં અગ્રેસર રહેતા એવા અમરેલીના યુવાન શ્રી નાસીર ટાંકનો આજે જન્મ દિવસ છે અને સૌના લાડકવાયા મિત્ર એવા શ્રી નાસીર ટાંકનો જન્મ દિવસ ઉજવવા માટે તેમનું વિશાળ વર્તુળ થનગનતુ હોય છે અને પોતે પણ વિવિધ સેવાકીય પ્રવૃતી સાથે જન્મ દિવસ ઉજવતા હોય છે પરંતુ આ વખતે કોરોનાની મહામારી અને તેનો ભોગ બની રહેલા લોકોને જોઇ શ્રી નાસીર ટાંકે અનોખી પહેલ કરી છે તેમણે આજના દિવસે તેમને શુભેચ્છા સહ ગીફટ આપવા માંગતા પોતાના મિત્રો વડીલો, આપ્તજનો અને તેમની સંકળાયેલા લોકોને અનુરોધ કર્યો છે કે મારા માટે સાચી ગીફટ એ જ હશે કે આપ સૌ મારા આપ્તજનો આપનુ અને પરિવારનું તથા આસપાસના લોકોનું ધ્યાન રાખો અને દશેરાએ કોરોનાનું દહન કરી સલામત રહી નવા વર્ષના આપના મને આશીર્વાદ મળે એજ મારા માટે દુનિયાની સૌથી અમુલ્ય ભેટ છે. નાસીર ટાંકનો મોબાઇલ નં. 90995 08686.