આજે ધારીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન

  • વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં
  • અમદાવાદથી કોંગ્રેસના માસ્ટર માઇન્ડ અને શિસ્તના આગ્રહી પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી પંકજ કાનાબારની ટીમનું પણ ધારી ખાતે આગમન : મોરચો સંભાળી લીધો
  • સ્વ. મનુભાઇ કોટડીયાના પુત્ર શ્રી સુરેશ કોટડીયાનું આજે નામાંકન પત્ર ભરાશે સ્વ. કોટડીયાના શિષ્યો શ્રી પરેશ ધાનાણી અને શ્રી પંકજ કાનાબાર દ્વારા તૈયારી

અમરેલી,
વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં આજે ધારીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન સવારે 9 કલાકે નર્મદેશ્ર્વર મંદિર અમરેલી રોડ ખાતે થનાર છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીની ઉપસ્થિતી રહેનાર છે.
તા.3 નવેમ્બરના રોજ યોજાનારી ધારી વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અમદાવાદથી કોંગ્રેસના માસ્ટર માઇન્ડ અને શિસ્તના આગ્રહી પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી પંકજ કાનાબારની ટીમનું પણ ધારી ખાતે આગમન થઇ ગયુ છે અને તેમણે મોરચો સંભાળી લીધો છે . ધારી બેઠક જેમનો ગઢ ગણાતી હતી તેવા માજી કેન્દ્રીય મંત્રી સ્વ. મનુભાઇ કોટડીયાના પુત્ર શ્રી સુરેશ કોટડીયાનું આજે નામાંકન પત્ર ભરાશે અને સ્વ. મનુભાઇ કોટડીયાના શિષ્યો શ્રી પરેશ ધાનાણી અને શ્રી પંકજ કાનાબાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.