આજે પણ કોરોના સામે અભેદ કિલ્લો અમરેલી જીલ્લો : ચાર શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા

અમરેલી,ગઇ કાલે લેવાયેલા અગાઉના તમામ કોરોનાના સેમ્પલના લેવાયેલા રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને એક પણ પોઝીટીવ કેસ વગર અમરેલી જીલ્લો કોરોના સામે અડીખમ ઉભો છે સાથે સાથે આજે પણ 3330 લોકો જીલ્લામાં નજરકેદ છે અને આજે શુક્રવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ચાર શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે જેમાં અમરેલી અને પીપળલગના વૃધ્ધા તથા ચલાલાના યુવાન અને ગુંદરણના બે માસના બાળકને દાખલ કરાયો છે અને સાથે સાથે જીલ્લામાં રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે બે દિવસમાં 44 ટેસ્ટ કરાયા હતા જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે આ ઉપરાંત ઓપીડીમાં શરદી તાવ ઉધરશ વાળા વધ્ાુ 12 સેમ્પલ લેવાયા હતા જેમનો રિપોર્ટ પેન્ડીંગ છે.દરમિયાન પરવાનગી વગર અમરેલી જીલ્લામાં આવેલા 108 લોકોને વિદ્યાસભા ખાતે સરકારી ફેસેલીટીમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને આજ દિવસ સુધીમાં 3901 બહારથી આવેલા પ્રવાસીઓએ પોતાના ઘેર 14 દિવસનો હોમ કવોરોન્ટાઇન પુરો કર્યો છે.