આજે ભારત બંધનું એલાન : અમરેલી જિલ્લામાં તંત્ર એલર્ટ

  • કૃષિ કાનુનના વિરોધમાં કોંગ્રેસે સહિતના 11 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયનનો આંદોલનને ટેકો
  • અમરેલી માર્કેટ યાર્ડમાં કમીશન એજન્ટ અને વેપારીઓએ ટેકો આપતા હરરાજી બંધ રહેશે કિસાન સંઘ બંધના વિરોધમાં :કાનુનના વિરોધમાં શ્રી પરેશ ધાનાણીની બંધ પાળવા અપીલ
  • દિગ્ગજ આગેવાન શ્રી દિલીપ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલિયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાની બંધને નિષ્ફળ બનાવવા અપીલ 

અમરેલી,
કૃષિ કાનુનના વિરોધમાં કોંગ્રેસે સહિતના 11 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયનોએ આંદોલનને ટેકો આપતા આજે અપાયેલા ભારત બંધના એલાનને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં તંત્ર એલર્ટ બન્યું છે અમરેલી માર્કેટ યાર્ડમાં બંધના એલાનને કમીશન એજન્ટ અને વેપારીઓએ ટેકો આપતા હરરાજી બંધ રહેનાર છે જયારે કિસાન સંઘ બંધના વિરોધમાં છે અને કૃષિ કાનુનના વિરોધમાં રાજયના વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ બંધ પાળી કાયદાનો વિરોધ કરવા અપીલ કરી છે તથા ભાજપના દિગ્ગજ આગેવાન શ્રી દિલીપ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાની ટીમે બંધને નિષ્ફળ બનાવવા અપીલ કરી છે.અને જિલ્લામાં બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.