આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટી જશે : કંગના

  • ઉદ્ધવને માફિયા ગણાવી બદલો લીધો હોવાનું લખ્યું
  • કંગના મુંબઈ પહોંચે તે પહેલાં ગેરકાયદે ઓફિસ તોડી પડાઈ, કંગના ભાજપની પોપટ હોવાનો સેનાનો આક્ષેપ

અભિનેત્રી કંગના રણૌત મુંબઇ પહોંચે તે પહેલાં શિવસેનાનું શાસન ધરાવતી મુંબઇ મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ બુલડઋોઝરથી તેની ઓફિસ તોડી પાડી છે. બે દિવસ પહેલાં બીએમસીએ ઑફિસની બહાર નોટિસ મારી હતી કે રિનોવેશન ગેરકાયદે છે માટે કામ બંધ કરી દો. એ પછી આજે ઓફિસ તોડી પડાઈ હતી. કંગના આ નોટિસનો જવાબ આપે એ પહેલાં બીએમસી બુલડોઝર લઇને કંગનાની ઑફિસે પહોંચી હતી. કેન્દ્ર સરકારે કંગનાને વાય પ્લસ સુરક્ષા આપી એથી શિવસેના ભડકી હોય એવું લાગી રહૃાું હતું. શિવસેનાના નેતાઓએ કંગના ભાજપની પોપટ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કંગના મુંબઇમાં બની રહેલા બનાવોથી સતત વાકેફ રહેતી હોય એમ એણે ટ્વીટ કરી હતી કે બીએમસી મારી ઑફિસ ધરાશાયી કરવા પહોંચી છે. ત્યારબાદ એણે ઉશ્કેરાટ વ્યક્ત કરતાં લખ્યું હતું, બાબર, યાદ રાખજે અહીં (મારી ઑફિસમાં) ફરી રામ મંદિર બનશે. એણે પોતાની ઑફિસ તોડાઇ રહી હોય એવા ફોટોગ્રાસ પણ ટ્વીટર પર મૂક્યા હતા અને ડેથ ઑફ ડેમોક્રસી જેવા શબ્દો લખ્યા હતા. એણે લખ્યું મારી ઑફિસમાં બાબર આવ્યા હતા. આ મંદિર ફરી બનશે, જય શ્રી રામ…
રણૌતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લલકાર કર્યો છે. મુંબઈ સ્થિત કંગનાની ઓફિસ પર મ્સ્ઝ્રની કાર્યવાહી પર અભિનેત્રીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો. અભિનેત્રીએ વીડિયોમાં કહૃાું કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે? કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડી મારી સાથે બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તુટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે, હંમેશા એક જેવું નથી રહેતું.
કંગનાએ કહૃાું, મને ખબર હતી કે આ મારી સાથે તો થશે. પરંતુ મારી સાથે થયું છે તેના ઘણાં અર્થ છે અને ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૃરતા અને આ જે આતંક છે સારું છે કે આ મારી સાથે થયું કારણ કે તેનો કોઈ અર્થ છે.