આજે રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાશે

રાજુલા,
રાજુલા માર્કેટ યાર્ડની ચૂંટણી આજે જિલ્લા રજીસ્ટાર પોરબંદરના અધ્યક્ષ સ્થાને યોજવાની હોય જેની સહકારી ક્ષેત્રમાં ભારે ઉતેજના છે પ્રમુખ ઉપપ્રમુખની મુદત અઢી વર્ષ પૂર્ણ થતા આજે મંગળવારે 11:00 કલાકે માર્કેટિંગ યાર્ડમાં યોજાશે યાર્ડ ભાજપ શાસિત હોય ભાજપ પક્ષમાંથી આજે ભાજપના અમરેલી જિલ્લાના અગ્રણી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા મહામંત્રી તથા તથા મેહુલભાઈ ધરાજીયા મહામંત્રી અમરેલી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સેન્સ લેવા આવ્યા હતા જેમાં પ્રમુખ ઉપપ્રમુખની ચર્ચા ઓ થઈ હતી જેમાં આજે ચાર થી પાંચ દાવેદારો હતા આ ચૂંટણી રસાકસી ભરી હશે ભાજપ પાર્ટીમાંથી જે નામ આવશે તે પ્રમુખ થશે.