આજે વડાપ્રધાન ગાંધીનગર સ્થિત કેશુબાપાના નિવાસે જઇ પરિવારની મુલાકાત લેશે

 

  • વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાતના મહેમાન બનશે: સી પ્લેનનું ઉદ્ધાટન કરશે

 

વડાપ્રધાન મોદી માદરે વતન આવી રહૃાા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૩૦, ૩૧ ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહૃાા છે. ત્યારે પીએમ મોદીના પ્રવાસનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન પીએમ મોદી ૩૦ ઓક્ટોમ્બરના રોજ બપોરે ૩ વાગે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા આવી પહોંચશે. સૌ પ્રથમ જંગલ સફારી પાર્ક જે હાલ ટ્રાઇલ રન પર ચાલે છે તેનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ક્રુઝ બોટનું ઉદ્દઘાટન કરશે .બાદમાં વડાપ્રધાન ક્રુઝ બોટમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની મુસાફરી કરશે. સમાચાર આવી રહૃાા છે કે આજે વડાપ્રધાન મોદી સવારે ૧૦ વાગે અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં તેઓ કેશુબાપાના પરિવારની મુલાકાત લઇ શ્રદ્ધાંજલિ પાઠવશે.

નોંધનીય છેકે ભારત ભવનથી એકતા મોલની મુલાકાત લઈને બાજુમાં આવેલ ચિલ્ડ્ન ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરશે. ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરી તેઓ યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્દઘાટન કરી રાત્રી રોકાણ  કેવડિયામાં કરશે. સાથે સાથે એકતા નર્સરી અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત પણ લેશે. જ્યારે ૩૧ ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે આરોગ્ય વનની મુલાકાત  લઈને  સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પૂજા કરશે. ત્યાર બાદ પીએમ  મોદી  એકતા પરેડમાં હાજરી આપી દેશના સૈન્યના કરતબો નિહાળશે..ત્યાર પછી નવા નિમાયેલા આઈ એ એસ ઓફિસરો સાથે પીએમ વર્ચ્યુલ સંવાદ કરશે. અંતમાં કેવડિયા ખાતે તળાવ નંબર ૩ ખાતેથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી સી પ્લેનમાં બેસી અમદાવાદ જશે.

પીએમ મોદીના પ્રવાસનો સંભવિત કાર્યક્રમ

૩૦ ઓકટોબર

* બપોરે ૩ વાગે પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહાંચશે

* જંગલ સફારી પાર્કનું કરશે ઉદ્ઘાટન કરશે

* ક્રુઝ બોટનું કરશે ઉદ્ઘાટન

* ક્રુઝ બોટમાં બેસી પીએમ મોદી સ્ટેચ્યુંથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની કરશે મુસાફરી

* ભારત ભવનથી એકતા મોલની લેશે મુલાકાત

* એકતા મોલની મુલાકાત બાદ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનું કરશે ઉદ્ઘાટન

* યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન કરી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે

૩૧ ઓકટોબર

* વહેલી સવારે પીએમ મોદી આરોગ્ય વનની મુલાકાત લઇ સ્ટેચ્યું ઓફ યુનિટી જશે

* વડાપ્રધાન મોધી સરદાર પટેલની પ્રતિમાની કરશે પૂજા

* એકતા પરેડમાં હાજરી આપી સૈન્યના કરતબો નિહાળશે પીએમ

* આઇએએસ અધિકારીઓ સાથે પીએમ મોદી કરશે સંવાદ

* સી પ્લેનનું ઉદ્ઘાટન કરી વડાપ્રધાન સી પ્લેન દ્વારા અમદાવાદ જશે