આજે વડાપ્રધાન મોદી કચ્છના મહેમાન બનશે: ત્રણ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કરશે

  • વડાપ્રધાન ૧.૩૦ વાગે ભૂજ એરપોર્ટ પર ઉતરણ કરી ધોરડો જવા રવાના થશે 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ડીસેમ્બરના કચ્છની મુલાકાતે આવી રહૃાા છે. PM મોદીની કચ્છ મુલાકાત લઈને તમામ તેયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમન પહેલા કોન-વે રીહર્સલ કરવામાં આવ્યું હતું. માંડવીમાં ડીસેલીનેશન પ્લાન્ટ અને ખાવડામાં એશિયાનો સોથી મોટા સોલાર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુલથી ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાનની કચ્છ મુલાકાત લઈને ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી ૧૫મી તારીખે બપોરે કચ્છની મુલાકાત લેવા માટે આવશે. વડાપ્રધાન ૧૨.૨૦ વાગ્યે ભૂજ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ૧૨.૫૫ વાગ્યે ભૂજ એરપોર્ટથી ધોરડો જવા રવાના થશે અને ૧.૧૫ વાગ્યે ધોરડોમાં ઉતરાણ કરશે. ત્યારબાદ સભા સ્થળે પહોંચી ૩ કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે. જેમાં ખાવડા રણ સ્થિત ૫૦૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનાના પ્રથમ ફેઝના કામનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ૮૦૦ કરોડના ખર્ચે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને છેલ્લે ૧૩૦ કરોડના ખર્ચે સરહદ ડેરીના નવા પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
પીએમ મોદીની ગુજરાતની ૬ કલાકની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત ભૂંકપ દિવગંતોની યાદમાં બનનાર સ્મૃતિવનના કામની સમીક્ષા કરશે. ત્યારે સાંજે ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળ્યા બાદ ભુજ પરત ફરી દિલ્હી જવા રવાના થશે.
આ ઉપરાંત વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. સાંજે સાડા પાંચ વાગે નરેન્દ્ર મોદી સફેદ રણનો નજારો માણશે. યુપીમાં ટેન્ટસિટીના ખોટા બિલો રજૂ કરતાં લલ્લુજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટ કરાઇ હતી. આ જ લલ્લુજી કંપનીને છેલ્લા કેટલાંય વર્ષોથી રણોત્સવમાં ટેન્ટિંસટીનો કોન્ટ્રાક્ટ મળી રહૃાો છે. માત્ર પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે. મોદીના આગમનને પગલે સમગ્ર તંત્ર કામે લાગ્યુ છે અને એસપીજી કમાન્ડો સહિત પોલીસે મોરચો સભાળ્યો છે.