આજે શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં લેઉવા પટેલ સમાજની બેઠક

અમરેલી,
સમયની સાથે સંગઠિત થઈ અને કામ કરવું એ લેઉઆ પટેલ સમાજની ઓળખ છે. અમરેલી એ પટેલ સમાજની આગવી ઓળખ ધરાવતું નગર છે. અમરેલીમાં આગામી પચાસ વર્ષને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક પટેલ સમાજ ભવનનું ( વાડી) નિર્માણ થાય એ માટે લેઉઆ પટેલ સમાજના મોભીઓ અને શ્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં આજરોજ આયોજન બેઠક યોજાશે.અમરેલી શહેરના કેરિયા રોડ સ્થિત, શ્રી પટેલ કન્યા છત્રાલય ખાતે લેઉઆ પટેલ સમાજના દરેક પરિવારના સભ્યો, શ્રેષ્ઠીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિતિમાં સમાજની વાડી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવશે.આ બેઠકના આયોજન અંગે વાત કરતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ સમાજના દરેક વ્યક્તિને હાર્દિક આમંત્રણ આપતા કહ્યું હતું કે, આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના દરેક વ્યક્તિ અપેક્ષિત છે. સૌ સાથે મળીને વર્તમાન સમયમાં આગામી સમયને ધ્યાનમાં રાખીને એક અત્યાધુનિક વાડીની જરૂરિયાત છે, જે માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
જેમાં વિસ્તારથી જગ્યા,બાંધકામ અને ક્યાં પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ તે બાબતે ગોષ્ઠી કરવામાં આવશે. આ બેઠકમાં લેઉઆ પટેલ સમાજના દરેક સભ્યો સહભાગી બને એવી અપેક્ષા સહ નિમંત્રણ છે.