આજે શ્રી પરસોતમ રૂપાલા ઇશ્ર્વરીયા ખાતે કાર્યકરો અને મુલાકાતીઓને મળશે

અમરેલી

ભાજપના તેજબી વકતા અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાનું રાત્રે નિર્ધીરીત કાર્યક્રમ અનુસાર ઇશ્ર્વરીયા આગમન થયુ છે આજે શનીવારે શ્રી રૂપાલા ઇશ્ર્વરીયા ખાતે કાર્યકરો અને મુલાકાતીઓને મળશે અને પવિત્ર શ્રાવણ માસે શ્રી ઇશ્ર્વરીયા મહાદેવના આર્શીવાદ મેળવશે અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારે વ્યસ્ત શેડયુલ વચ્ચે પણ શ્રી રૂપાલાએ વતન અમરેલી માટે સમય ફાળવ્યો છે તેઓ કાલે રવીવારે સવારે તેલંગણા જવા રવાના થશે.