આજે શ્રી પીપી સોજીત્રાનું રકતતુલાથી સન્માન કરાશે

અમરેલી,
અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ અને મિત્રો, ચાહકો દ્વારા સ્વયંભુ રીતે સેવાકાર્યો સાથે અમરેલીના સર્વ મિત્ર એવા મેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી.સોજીત્રાનો 62મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાશે લોકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા આજે શ્રી પીપી સોજીત્રાનું રકતતુલાથી સન્માન કરાશે.શ્રી સોજીત્રાના જન્મદિવસે અમરેલી શહેરની સંસ્થાઓના બાળકોને મીસ્ટ ભોજન કરાવાશે અને વિવિધ સેવાકીય કાર્યો કરાશે તથા લોકપ્રિય એવા શ્રી પી.પી.સોજીત્રાની રકતતુલા માટે લોકોએ વિશાળ સંખ્યામાં ઉમળકાભેર રકતદાન કર્યુ હોય તેનાથી અનેક દર્દીઓને નવજીવન મળશે. આધ્ાુનિક અમરેલી શહેરના નિર્માણમાં સિંહફાળો આપનાર શ્રી સોજીત્રાનું આજે તા. 29ના સાંજે 5/30 કલાકે કડવા પટેલવાડી હનુમાનપરામાં સ્વયંભુ સન્માન કરવા લોકોમાં થનગનાટ છે સાંજથી રાત્રી સુધી સન્માનનો દોર શરૂ રહેશે તેમ ડૉ. કાનાબારે શ્રી પી.પી. સોજીત્રા સન્માન સમિતિ વતી જણાવ્યું હતુ.