આજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છે: મોદી

  • એજ્યુકેશન મંત્રાલય દ્વારા આયોજિત બજેટ વેબિનારમાં વડાપ્રધાને સંબોધન કર્યું

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એજ્યુકેશન મંત્રાલય તરફથી આયોજિત બજેટ વેબિનારમાં યુવાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહૃાું હતું કે ’ભારતીય ટેલન્ટની માગ આજે સમગ્ર દુનિયામાં છે. ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહૃાા છે.’

વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર આપ્યો હતો. તેમણે કહૃાું હતું કે આત્મનિર્ભર ભારત માટે યુવાઓને આત્મવિશ્ર્વાસની જરૂર હોય છે. તેો સીધી રીતે એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને રિસર્ચ સાથે જોડાયેલા છે. નવી શિક્ષણનીતિમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નીતિ દ્વારા દેશના તમામ યુવા મજબૂત થશે. વડાપ્રધાને કહૃાું હતું કે ’આજનું આ મંથન એવા સમયમાં થઈ રહૃાું છે, જ્યારે દેશ પોતાના વ્યક્તિગત, બૌદ્ધિક, ઔધોગિક સ્વભાવ અને ટેલન્ટને દિૃશા આપનાર સમગ્ર ઇકોસિસ્ટમમાં પરિવર્તન કરવા તરફ આગળ વધી રહૃાો છે.’

ગયાં વર્ષોમાં શિક્ષણને રોજગાર અને ઉદ્યમશીલતાની ક્ષમતા સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ બજેટ એને વધુ વિસ્તાર આપી રહૃાું છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે આજે વૈજ્ઞાનિક પ્રકાશનના મામલામાં ભારત ટોપ-૩ દેશોમાં આવી ચૂક્યું છે.

પ્રથમ વખત દેશમાં સ્કૂલોમાં અટલ ટીંકિંરગ લેબથી લઈને ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇક્ધ્યુબેશન સેન્ટર્સ પર ધ્યાન આપવામાં આવી રહૃાું છે. દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે હેકથોનની નવી પરંપરા શરૂ થઈ છે, જે દેશના યુવાઓ અને ઈન્ડસ્ટ્રી બંને માટે મોટી તાકાત બની રહૃાું છે.

નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલિંપગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ હેઠળ ૩૫૦૦થી વધુ સ્ટાર્ટઅપનો વિકાસ કરવામાં આવ્યો છે.

જ્ઞાન અને સંશોધનને મર્યાદામાં રાખવાં એ રાષ્ટ્ર સાથે અન્યાય છે. આ માનસિકતા સાથે અમે આપણા યુવાનો માટે કૃષિ, અવકાશ, પરમાણુ ઊર્જા અને DRDO જેવાં ઘણાં ક્ષેત્રો ખોલી રહૃાાં છીએ.