આજે સાંજે હોટસ્ટાર પર ફ્રી જોવા મળશે સુશાંતસિંહ ની ફિલ્મ “દિલ બેચારા”

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ઓનલાઇન સ્ટ્રીિંમગ પ્લેટફોર્મ પર ૨૪ જુલાઈના શુક્રવારે સ્ટ્રીમ થવાની હતી. હવે તેનો સમય પણ જાહેર થઇ ગયો છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યા પછી સ્ટ્રીમ થશે. સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ફિલ્મ દરેક માટે ફ્રીમાં રિલીઝ થઇ રહી છે. દિલ બેચારાનું પ્રીમિયર ભારત, અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોટસ્ટારના સબસ્ક્રાઇબર્સ અને નોન- સબસ્કાઇબર્સ માટે ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગે યોજાશે.
ફિલ્મના સમય વિશેની જાહેરાત ફિલ્મની સ્ટારકાસ્ટ, ડિરેક્ટર મુકેશ છાબરા સહિત અન્ય સેલેબ્સ જવા કે રાજકુમાર રાવ, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર વગેરેએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કરનાર એ આર રહેમાને ફિલ્મની રિલીઝ પહેલાં સુશાંતને વર્ચ્યુઅલ મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપ્યું હતું. તેમાં તેમની સાથે મોહિત ચૌહાણ, ઘોષાલ, અરિજિતસિંહ , સાશા તિરુપતિ, જોનિતા ગાંધી, સુનિધિ ચૌહાણ જેવા સિંગર્સ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય સામેલ થયા હતા. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે.
આ ફિલ્મથી સુશાંતના મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે. આ ફિલ્મના ટ્રેલરે રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મનું ટ્રેલર યુ ટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ ધરાવનાર ટ્રેલર છે.