આટકોટ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું

રાજકોટ,
રાજકોટના આટકોટ પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ થયું છે. જેને લઈને લાખો લિટર પાણીને બગાડ થયો છે. આટકોટના ગુંદૃાળા રોડ પર આવેલ નર્મદા અંતર્ગત સૌની યોજનાની લાઇનમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. આ લાઈનમાંથી પાણીના ફુવારા છૂટતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આટકોટના ગુંદૃાળા રોડ પર સૌની યોજનાની લાઇનમાં ભંગાણ થતાં રસ્તા પર લાખો લિટર પાણી વહી ગયું હતું. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ આસપાસના ખેતરમાં પણ પાણી ઘુસી ગયું હતું.