અમરેલી, જેમણે કોરોના પરાકાષ્ઠાએ હતો ત્યારે કોઇ હિંમત ન કરતુ હતુ તેવા સમયે તા.23મી એપ્રિલે કરેલ 20 દિવસ પછી કોરોના હળવો થશે નો વરતારો સાચો પડેલ તેવા બાબાપુરવાળા હનુભાઇ મકવાણાએ વરસાદને લઇને વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આઠમીથી છુટો છવાયો વરસાદ શરૂ થશે અને તા.14મીથી સચરાચર વરસાદ પડશે આકાશ દર્શન દ્વારા વાતાવરણનો વરતારો કરતા હનુભાઇ મકવાણા કહે છે કે 14મી પછી વરસાદ પાછુ વાળીને નહી જુવે અને શ્રાવણ મહિનામાં અતિવૃષ્ટિ માટે લોકો તૈયાર રહે.