આઠ સિંહોને વનવિભાગે સક્કરબાગ ઝૂમાં પુરી દેતા ખેડૂતોમાં રોષ

ગીરના સિંહો ધીમે ધીમે જેતપુરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા હતા.જો કે આ આઠ સિંહોને વનવિભાગે જંગલમાં છોડવાને બદલે સક્કરબાગ ઝૂમાં પુરી દેવામાં આવ્યા છે. જેથી ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.વિસાવદરનાં મોટી મોણપરી ગામના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોનો સાચો મિત્ર અને રખેવાળ સિંહ છે.સિંહની ગર્જનાથી ખેતીનું નિકંદન કાઢતાં જંગલી રોઝ, ભુંડ જેતે વિસ્તારમાંથી રફુચક્કર થઈ જાય છે.

જેના કારણે ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવાની જરૂર રહેતી નથી. ગીરની બોર્ડર પરના લોકો એ સિંહોનું સાચું રક્ષણ કર્યું છે.જેથી સિંહોની વસ્તીમાં વધારો થઈ રહૃાો છે.ખેડૂતોના રક્ષક ગણાતા નિર્દૃોષ ૮ સિંહોને પાંજરામાંથી છોડવામાં નહીં આવે તો આંદૃોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.