મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
અગાઉ લખ્યા મુજબ શનિ મહારાજ માર્ગી થતા અદાલત કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ સૂર્યના નીચસ્થ થવા સમયે અત્રે લખ્યા મુજબ ભારતથી લઈને અનેક જગ્યા એ આતંકીઓ બેફામ બન્યા છે અને નિંદનીય હત્યાકાંડોને અંજામ આપી રહ્યા છે. હજુ આગામી દિવસોના અલગ અલગ પદ્ધતિથી ભારત સહીત વિશ્વમાં ઘણી જગ્યાએ એ આવી વરદાતોને અંજામ આપવા પ્રયત્ન કરશે. ભારતમાં પણ તે કાશ્મીરની બહાર પણ આતંક ફેલાવાનો પ્રયત્ન કરશે અને અલગ અલગ સ્થળોને ટાર્ગેટ કરતા જોવા મળશે. બુધ મહારાજ માર્ગી થવા જઈ રહ્યા છે વળી સ્વગૃહી છે તેની સારી અસર શેરબજાર પર જોવા મળી રહી છે વળી ગુરુ મહારાજ પણ માર્ગી થઇ રહ્યા છે જે ધીમે ધીમે લોકોમાં એક શ્રદ્ધા લાવતા જોવા મળશે જો કે હાલના સમયમાં લોકો એક નિરાશામાં થી પસાર થઇ રહ્યા હોય તેવું અનુભવાય છે. આજે સાતમું નોરતું છે. સાતમા નોરતે માં કાલરાત્રિની પૂજા થાય છે. માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, ત્રણ નેત્રો છે, માંની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે, માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. માતાજી પોતાના ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશિર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. માંના ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે. જે મિત્રો પનોતીમાં થી પસાર થઇ રહ્યા હોય તેમને ખાસ માં કાલરાત્રિની ઉપાસના કરવી જોઈએ કેમ કે માતા કાલરાત્રિ શનિદેવને શુભ બનાવે છે. માતાનું આરાધન કરવાથી પાપમાં થી મુક્તિ મળે છે અને શનિદેવની પીડા દૂર થાય છે.