આતંક મચાવનાર બન્ને શખ્સોેને જીવના જોખમે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

રાજુલા ,તા.03/03/2022 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ રાજુલા છતડીયા રોડ પર આવેલ સતનામ પાનના ગલ્લે છતડીયા રોડ તરફથી અલ્ટો ફોર વ્હીલમાં બે અજાણ્યા ઇસમોએ આવી ગલ્લા પાસે માથાકુટ કરી દુકાન આગળ ગુજરાત ગેસની ગટરનું ખોદકામ ચાલુ હોય અને ત્યાં બહારના મજુરો કામ કરતા હતા ત્યાં મજુરી કામ કરી રહેલ સાહેદ માલાભાઇને માથાના ઉપરના ભાગે મારી નાખવાના ઇરાદે પાવડાનો એક ઘા મારી જીવલેણ હુમલો કરતાં માથામાં વીસેક ટાંકાઓ આવેલ તે પછી બન્ને આરોપીઓએ જુદા જુદા વેપારીઓ તથા વાહન ચાલકો સાથે માથાકુટ કરી પોતાની અલ્ટો ફોર વ્હીલ લઇ નાસી ગયેલ જે અંગે રાજુલા પો.સ્ટે.માં એ-પાર્ટ ગુ.ર.નં. 11193050220204/20222 ૈંઁભ કલમ 307, 323,504,114 મુજબ ગુન્હો દાખલ થયેલ. જે અંગે પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓ તથા ફોર વ્હીલની માહીતી મેળવી બન્ને આરોપીઓે ગણતરીની મિનીટોમાં જીવના જોખમે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરતાં નામદાર કોર્ટે દિન-02 ના રીમાન્ડ મંજુર કરતાં હાલ બન્ને આરોપીઓ રીમાન્ડ હેઠળ છે.