આદિત્ય નારાયણ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે

સિંગર નેહા કક્કર બાદ હવે ઉદિત નારાયણના દીકરા અને સિંગર આદિત્ય નારાયણે તેનાં લગ્નની જાહેરાત કરી છે. આદિત્ય નારાયણ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે. બંને પહેલીવાર ૨૦૧૦માં તેમની ડેબ્યુ ફિલ્મ ’શાપિત’ના સેટ પર મળ્યા હતા. આદિત્યે કહૃાું કે ૧૦ વર્ષ બાદ હવે હું લગ્ન કરવા માટે તૈયાર છું, જોકે હવે તો અમારા વચ્ચે લગ્ન એક ફોર્માલિટી જ છે.
આદિત્ય અને શ્વેતા છેલ્લા ૧૦ વર્ષથી એકબીજા ઓળખે છે. આદિત્યે કહૃાું કે, ’ત્યારે અમે ઘણા યંગ હતા અને શ્ર્વેતા જસ્ટ ફ્રેન્ડ્સ રહેવા માગતી હતી. બંનેને કરિયર પર ફોકસ કરવાનું હતું. મેં ક્યારેય મારી રિલેશનશિપને સિક્રેટ રાખી ન હતી પણ એક સમય હતો જ્યારે બહુ બધી વાતો થવા લાગી અને મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો લોકોએ મને એકલો છોડી દીધો.’
આદિત્યે જણાવ્યું કે, ’જ્યારે હું શ્વેતાને શાપિતના સેટ પર મળ્યો તો અમને બંનેને અલગ જ કનેક્શન ફીલ થયું. ધીરે ધીરે મને ખબર પડી કે મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. દરેક રિલેશનની જેમ અમારા રિલેશનમાં પણ ઘણા ઉતાર ચડાવ હતા. અત્યારે મેરેજ ઘણા જલ્દી તૂટી જાય છે. તો અમે બંને એ એકબીજાને સમજવા માટે સમય લીધો. હવે ૧૦ વર્ષ પછી મને લાગે છે કે આ સાચો સમય છે.