આદિપુરુષ: સૈફ અલી ખાન સામે ફરિયાદ, ટ્રેન્ડ થઇ રહૃાું છે #BoycottAdipurush

૨૦૨૦નું વર્ષ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ રહૃાું છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ ડ્રગ્સ અને સાથે  સાથે અવનવા વિવાદોએ બોલિવૂડને ઘેરી રાખ્યું છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તેની અપકિંમગ ફિલ્મ ‘આદિપુરુષને લઈને એક નિવેદન આપતા નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે. સૈફ અલી ખાને ‘આદિપુરુષમાં રાવણના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહૃાું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. જો હવે આ વિવાદ વકરતો જોવા મળી રહૃાો છે.

બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનને રાવણને દયાળુ ગણાવવાનુ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે.. દિલ્હીમાં વિશ્ર્વ હિન્દૃુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તોમરે પોતાની ફરિયાદમાં કહૃાુ છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને રાવણને દયાળુ ગણાવતી અને સીતાના હરણને વ્યાજબી ઠેરાવતી ટિપ્પણી ઈન્ટરવ્યૂમાં કરી હતી. જેનાથી તે સમાજમાં ધાર્મિક ટકરાવ વધારી શકે.આ નિવેદનથી કરોડો હિન્દૃુઓની આસ્થાને ધક્કો વાગ્યો છે.તેનાથી સમાજમાં શાંતિ ભંગ થવાનો પણ ખતરો છે.

સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાનું અપહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે  #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે, આદિપુરુષ મૂવી ૨૦૨૧માં રિલિઝ કરવાની યોજના છે.જેમાં બાહુબલી ફેમ પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં નજરે પડશે.જોકે સીતા અને લક્ષ્મણનો રોલ કોને અપાયો છે તે હજી સ્પષ્ટ થયુ નથી.