આધ્ાુનિક દેવરાજીયા ગામનું શ્રી પાટીલનાં હસ્તે લોકાર્પણ

અમરેલી,

અમરેલીનાં દેવરાજીયા ગામ પરિવાર દ્વારા શ્રી ભીમનાથ મહાદેવ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવમહિમા કથા તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નવ નિર્મિત દેવરાજીયા ગામનો લોકાર્પણ સમારોહ યોજાનાર છે. તે માટે વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા અને તેની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમરેલીનાં દેવરાજીયા ગામે શ્રી કૌશિકભાઇ વેકરીયાની જહેમતથી અનેકવિધ વિકાસ કામો સાથે ગામનું નવનિર્માણ થયુ છે. તે દેવરાજીયામાં ભીમનાથ મહાદેવ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રીદિનાત્મક શિવ મહિમા કથા તથા લોકાર્પણ સમારોહમાં તા.13 શનિવારે સવારે 8 કલાકે ઉત્સવનો પ્રારંભ થશે અને 15મીએ સાંજે 6 વાગ્યે ઉત્ત્સવનું પુર્ણાહુતિ થશે. તા.13 સવારે 8 કલાકે શિવ મંદીરે પોથીયાત્રા બાદ 10:15 કલાકે કથાનું દિપ પ્રાગટ્ય અને મંગલ પ્રવચન પુરાણી કૃષ્ણપ્રિયદાસ સ્વામી દ્વારા કરાશે. શ્રી કૌશિકભાઇ વેકરીયા અને ધીરૂભાઇ બાબરીયા દ્વારા પ્રાસંગીક પ્રવચનો બાદ શિવ પ્રાગટ્યોત્સવ ઉજવાશે અને રાત્રે 8:30 થી 12:30 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તા.14 રવિવારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સીઆર પાટીલનાં હસ્તે સીને થીયેટરનું ખાતમુહુર્ત સવારે 8:30 કલાકે કરાશે. 11:30 કલાકે સતી પ્રાગટ્ય ઉત્સવ અને સાંજે 5 વાગ્યે શિવ પાર્વતી વિવાહ તથા દેવરાજીયા ગામ લોકાર્પણ સમારોહ સાંજે 5:30 કલાકે યોજાશે. રાત્રીનાં 9 વાગ્યે સંતવાણી ડાયરામાં ઉવર્શબેન રાદડીયા, હિતેષભાઇ અંટાળા, કેવીન પટેલ, મહેશગીરી ગોસ્વામી ડાયરાની જમાવટ કરશે તા.15 સોમવારે સવારે 10 કલાકે શ્રી ગણેશ કાર્તિક પ્રાગટ્ય અને બપોરે 12:35 કલાકે મુર્તિ પ્રતિષ્ઠા તથા બપોરે 3 થી 6 કથા યોજાશે. મુર્તિ પ્રતિષ્ઠાનાં આચાર્ય તરીકે શાસ્ત્રી પાર્થભાઇ રાવળ સેવા આપશે. તા.13 શનિવારે સવારે 7 કલાકે યજ્ઞ પ્રારંભ અને તા.15 બપોરે 12:35 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થનાર છે. કથાનાં શાસ્ત્રી તરીકે નરેશભાઇ ત્રીવેદી વાંકીયાવાળા કથા રસપાન કરાવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, ઇફકોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી તથા શ્રી જનકભાઇ તળાવીયા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી હિરાભાઇ સોલંકી, શ્રી મહેશ કસવાલા સહિત જિલ્લા ભાજપનાં આગેવાનો, કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ દેવરાજીયા ગામ પરિવારવતી જણાવાયું