આને ચોરી કહેવી કે વ્યસનની મજબુરી ?: બાબરા પાન-બીડી તમાકુનાં ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા :તમાકુ સહિતની ચોરી

બાબરા,બાબરા શહેર ના જાણીતા ટોબેકો મર્ચન્ટ ના ચિતલ રોડ સ્થિત ગોડાઉન માં આજે વહેલી સવારે તસ્કરો ત્રાટકી અને પાન તમાકુ સિગારેટ સહિત ના અંદાજીત 70 હજાર થી વધુ ના સમાન ની ચોરી કરવા અંગે ના ચર્ચતા બનાવ ની સાથો સાથ વેપારી દ્વારા ફરિયાદ કરવા નું ટાળ્યું હોવાનું જાણવા મળે છે વિગત મુજબ આજે વહેલી સવારે ચિતલ રોડ ઉપર આવેલા વેપારી ના બંધ ગોડાઉન ના દરવાજા ખુલ્લા હોવાનું દેખાતા નાઈટ ડ્યુટી માં રહેલા હોમગાર્ડ જવાનો ના ધ્યાને આવતા ગોડાઉન માલિક ને વહેલી સવારે તેમના ઘેર થી બોલાવી લાવવા માં આવ્યા બાદ પોલીસ બોલાવી તપાસ હાથ ધરવા માં આવી હતી જેમાં ગોડાઉન માંથી તમાકુ સહિત મોંઘા ભાવ ની સિગારેટ સહિત ચુના ના પેકેટો ની મોટી સંખ્યા માં ચોરી થયા નું જાણવા મળ્યું હતું વળી તસ્કરો એક થી વધુ હોવાના અને ભાર વાહક વાહન સાથે આવી અને ગોડાઉન માં ઉપર ના ભાગે થી ઉતરી અને માલ સામાન બહાર ના દરવાજે થી કાઢી વાહન મારફતે પલાયન થયા નું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે જ્યારે મીડિયા સાથે વાત ચિત કરતા વેપારી ના જણાવ્યા મુજબ પાન માવા સિગારેટ બીડી તમાકુ ના શોખીનો છેલ્લા કેટલાક દિવસ થી ચીજ વસ્તુ માટે ટેલીફોનીક રીક્વેસ્ટ કરી રહ્યા છે પરંતુ કોરોના વાઇરસ લોક ડાઉન સ્થિતિ અને રાજ્ય સરકારશ્રી ના નીતિ નિયમો ધ્યાને રાખીસમૂળગું વેચાણ વ્યવહાર બંધ રાખેલ છે અને આવા સમયે ગોડાઉન માં ચોરી કરનારા તસ્કરો દ્વારા અંદાજીત 70 હજાર ની રકમ ના જુદા જુદા તમાકુ સિગારેટ ચુના ના પડતર માલ સ્ટોક માંથી ચોરી કરવા માં આવી છે બનાવ ની જાણ થતા પોલીસ દોડી આવેલી પરંતુ વેપારી દ્વારા હાલ ફરિયાદ આપવા નું ટાળ્યું હોવાનું જણાવ્યું છે