આપણા મન એક બીજા સાથે જોડાયેલા: મોદી

 • વડાપ્રધાને મતુઆ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી

  બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા હતાં જ્યાં તેમણે મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી. ત્યાર બાદ પીએમ મોદી મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કર્યા હતાં. મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો ઓરાકાંડીમાં જન્મ થયો હતો. ત્યાર બાદ પીએમ મોદીએ મતુઆ સમાજના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી.
  પીએમ મોદીએ મતુઆ સમુદાયના મંદિરે પૂજા અર્ચના અને મતુઆ સમાજના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત એવા સમયે કરી છે જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહૃાુ છે. પશ્ર્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની અંદાજે બે કરોડ વસ્તી છે. પીએમ મોદીના આ પગલાને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહૃાો છે.
  ઠાકુર બાડીની મુલાકાત બાદ મતુઆ સમાજના પ્રધારકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહૃાું હતું કે, હું શ્રી શ્રી હરિચંદ્રજીના ચરણોમાં શીશ ઝુકાવીને નમન કરું છું. અત્યારે મારી અહીં કેટલાક લોકો સાથે વાત થઇ રહી હતી તો તેમણે કહૃાું કે કોણે વિચાર્યું હતું કે ભારતના પીએમ ઓરાકાંડી આવશે. ભારતમાં રહેનાર માતુઆ સમુદાયના મારા ભાઇ-બહેનો જે ઓરાકાંડી આવીને અનુભવે છે એવું જ હું અનુભવી રહૃાો છું. આ દિવસની આ પવિત્ર અવસરની પ્રતીક્ષા મને ઘણા વર્ષોથી હતી. વર્ષ ૨૦૧૫ માં જ્યારે હું પીએમ તરીકે બાંગ્લાદેશ આવ્યો હતો, ત્યારે મેં અહીં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આજે સપનું પુરૂ થયું.
  પ્રધાનમંત્રી કહૃાું હતું કે, મને લાગે છે કે શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીનો પ્રેમ મળે છે. હું તેમના આર્શિવાદનો પ્રભાવ માનું છું. મને યાદ છે કે પશ્ર્વિમ બંગાળમાં ઠાકુર નગરમાં હું જ્યાં ગયો હતો તો મારા મતુઆ ભાઇ બહેનોએ પરિવારના સભ્યોની માફક મને સ્નેહ આપ્યો હતો. હું બાંગ્લાદેશના પવિત્ર પર્વ પર ભારતના ૧૩૦ કરોડ ભાઇ બહેનોની તરફથી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે ઢાકા નેશનલ ડે કાર્યક્રમ દરમિયાન અદભૂત ઝાંખી જોઇ.
  પીએમ મોદીએ આગળ ઉમેયું હતું કે, આ અગાઉ બંગબધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર ગયો હતો. તેમાં બાંગ્લાદેશના લોકોની અતૂટ શ્રદ્ધા છે. ભારત અને બાંગ્લાદેશની સરકારો મળીને કામ કરી રહી છે. આપણો મનથી મનનો અને જનથી જનનો સંબંધ છે. ભારત અને બાંગ્લાદેશ બંને દેશ પોતાની પ્રગતિથી વિશ્ર્વની પ્રગતિ જોવા માંગે છે. આ શિક્ષણ હોરીઝાન ઠાકુરજીએ આપી હતી.