આપણી અંદર છુપાયેલા નકારાત્મક ભાવોને બાળવા એ જ સાચું હોલિકા દહન

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

આગામી રવિવારને તા.28 માર્ચના રોજ હોળીનો તહેવાર આવી રહ્યો છે. હોલિકા દહનએ હૃદયના ભાવને શુદ્ધ કરવાની આંતરિક પ્રક્રિયા છે. આપણી અંદર છુપાયેલા નકારાત્મક ભાવોને બાળવા એ જ સાચું હોલિકા દહન છે. આ વર્ષે આ તહેવાર પર અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે વળી ગોચર ગ્રહોમાં શનિ મહારાજ સ્વગૃહી અને શુક્ર મહારાજ ઉચ્ચના ચાલી રહ્યા છે જે આ તહેવારને વિશેષ બનાવે છે. હોલિકાદહન આપણા જીવનમાં અનેક રીતે મહત્વની છે કેમ કે તે ભૂતકાળની અનેક દુ:ખદ બાબતોનું પણ દહન કરનારી છે. હોળિકામાં ઘીમાં પલાળેલા લવિંગ,એલચી,ખજૂર,હળદર નો ગાંઠિયો,સૂકું નાળિયેર,કપૂર,ગૂગળ અને ધાણી પધરાવવાથી તમામ રીતે સફળતા પ્રાપ્ત થાય છે. હોલિકા દહન થતું હોય ત્યારે તેને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. પ્રદક્ષિણા કરતી વખતે મનમાં ભવિષ્ય માટેના સંકલ્પો ઉચ્ચારવાથી તે સફળ થાય છે મનમાં રહેલી સારી ઈચ્છાઓ દોહરવાવવા થી તેને સિદ્ધ કરવામાં મદદ મળે છે. હોલિકા દહન પર અંત:કરણ સાફ થાય છે અને બીજા દિવસે રંગોત્સવમાં મનને હકારાત્મક ઉર્જા થી ભરી શકાય છે.