આપણી આ રસી ભારતીય બનાવટની હિન્દુુસ્તાન બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ કંપનીની બનાવટ છે : ડો.ગજેરા

  • રસીકરણના મહાપ્રોજેક્ટમાં વડાપ્રધાનશ્રી મોદી અભિનંદનને પાત્ર 

અમરેલી,કોરોના મહામારીએ લગભગ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વને બાનમાં લીધુ છે. ભારત પણ તેમાથી બાકાત રહ્યું નથી, દુનીયામાં અમેરીકા ચીન તેમજ ભારત ઉપરાંત 30 કરોડથી વધારે વસ્તી ધરાવે છે. છતાં બન્ને દેશોની સરખામણીએ કોરોના ભારતમાં ઓછો ફેલાયો. આ મહામારીમાં ભારતમાં પણ અનેક લોકોએ કે જેમાં ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. પોતાનો ભોગ આપ્યો છે આપણે તે બાબતે ગર્વ લેવુું જોઇએકે સોૈથી પહેલા 3 કરોડ લોકોને મફતમાં રસી લગાવી રહ્યું છે. કે જે આરોગ્ય કર્મચારી છે અને બીજા સેવા કર્મચારીઓ છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં લગભગ 4લાખ લોકોને રસી લગાવાઇ છે. જેમાંથી માંડ 0.025ટકાને સામાન્ય તકલીફ થયેલ છે. અને તેઓ સારા પણ થઇ ગયેલ છે. આ રસી વિશે જાત જાતની અફવાઓ ફેલાઇ રહી છે. પરંતુ જનતાએ જાણવું જોઇએ કે દિલ્હી એઇમ્સ ના ડાયરેક્ટર ડો.ગુલેરીયાએ પહેલા દિવસે જ રસી લીધી. એજ રીતે નિતી આયોગ અધ્યક્ષે પણ પહેલા જ દિવસે રસી લીધી હતી. સમગ્ર દેશમાં કેટલાયે ડોક્ટરોએ પહેલા દિવસે રસી લીધી હતી. જેમાં અમરેલીના ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. જો રસી વિશે સહેજ પણ શંકા હોય તો ડોક્ટરો જ રસી ન લે એટલે આ ઉપરથી જનતાએ જાણી લેવું જોઇએ કે રસી એકંદરે નિદોર્ર્ષ છે. અને સોૈએ રસી લેવી જ જોઇએ, ખરેખર તો જો રાષ્ટ્રપતિએ કે વડાપ્રધાને સોૈ પ્રથમ રસી લઇ લીધી હોતતો બીજા દેશોમાં અમરેકાના જોબીડેન પોપ, બ્રીટનના મહારાણીએ લીધી તેમ કરોડો લોકોને પ્રેરણાં મળત અને દેશમાં હિરો થઇ જાત. જનતાનાં મનમાં જે શંકા છે. તે નિકળી જાત અને સોૈ ઉત્સાહ ભેર રસીકરણ કરાવત ભારતમાં આ રસીકરણનો મહાપ્રોજેક્ટ કરવામાં ખરેખર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી અભિનંદનને પાત્ર છે. આટલા મોટા દેશમાં અને આટલી વસ્તીમાં આટલું વ્યવસ્થિત અને જેમાં રસીકરણ ગોઠવવું એ એક ભગીરથ કાર્ય છે. અને શ્રીમોદીએ કરી બતાવ્યું છે, આ ઉપરાંત પણ આપણા દેશમાં આટલી ઝડપથી રસીનું ઉત્પાદન અને બાજુના દેશોમાં નિકાસ કરીને આપણા દેશનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડી દીધો છે. આ માટે ખરેખર વડાપ્રધાન શ્રી મોદીને નોબલ પુરસ્કાર આપવો જોઇએ. આપણી રસી સમગ્ર દુનિયામાં સસ્તામાં સસ્તી છે. આ રસીની વિદેશમાં કિંમત રૂા.5 થી 10 હજાર જેટલી છે. જે આપણા દેશમાં રૂા.200 થી 300 માં મળી જશે. સરકાર તરફથી તો આ રસી મફતમાં આપવામાં આવશે. આપણી આ રસી ભારતીય બનાવટની હિન્દુુસ્તાન બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ કંપનીની બનાવટ છે. પાકીસ્તાનને આપણી સાથે ભલે દુશ્મનાવટ હોય તો પણ તેમને આપણી આજ રસી મંગાવવાની જરૂર પડશે તેમ ડો.જી.જે.ગજેરાની યાદીમાં જણાવાયું છે.