આપણી વિદેશનીતિમાં અનેક ફેરફાર થતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

અગાઉ લખ્યા મુજબ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમ જેમ ગ્રહણ નજીક આવતું જાય છે તેમ તેમ તેની અસરો મહેસુસ કરી શકાય છે વળી વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ થવા જઈ રહી છે જે તેની અસર દર્શાવી રહી છે. સેનાપતિ મંગળ મહારાજ પણ રાજા સૂર્ય સાથે વિરાજમાન થશે. સૂર્ય સાથે આ વખતે ચંદ્ર, મંગળ, બુધ, કેતુ હશે. સૂર્યથી જયારે કોઈ ગ્રહ નજીક આવે છે ત્યારે તે રાજા સૂર્યએ આપેલા વિશેષ કાર્યમાં લાગી જતા હોય છે. એ રીતે જોવા જઈએ તો ગુપ્તચર કેતુ, સેનાપતિ મંગળ, મંત્રી બુધ એ સૂર્યના કામમાં લાગી ગયા છે અને આવનારા સમયને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છે. મંગળએ મેડિકલ ક્ષેત્ર,તેને લગતી તૈયારી, યુદ્ધ સામગ્રીની તૈયારી અને સીમા પર ચોક્સી દર્શાવે છે. બુધ અને કેતુ કુટનિતિજ્ઞ રસ્તાઓ દર્શાવનાર છે જે આગામી સમયની જરૂરિયાત છે વળી ગ્રહણ પછીના દિવસોમાં આપણી વિદેશનીતિમાં અનેક ફેરફાર થતા જોવા મળશે. ભારતની કુંડળીમાંથી સાતમે થી પસાર થતું આ ગ્રહણ વિશ્વ સ્તરે ભારતની નવી પહેલ દર્શાવે છે તથા જુના સાથીઓ અને નવા સાથીઓ વચ્ચે થોડું અસંતુલન જોવા મળી શકે છે વળી કેટલાક દેશ સાથે સંબંધ વણસતા જોવા મળે. ભારત અન્ય દેશની ભાગીદારીથી જે યોજનામાં જોડાયું હોય તેમાં રુકાવટો આવી શકે વળી દીર્ઘકાલીન યોજનાઓમાં નવું આયોજન કરવું જરૂરી બને. સાતમે થી પસાર થતું ગ્રહણ ભારતને વિશ્વ સ્તરે કેટલાક કડવા પણ મહત્વના નિર્ણય કરવા મજબુર કરશે.