આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા પાકિસ્તાનનો એક ક્રિકેટર કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકા ના પ્રવાસ પહેલા જ પાકિસ્તાનનો એક ક્રિકેટર કોરોના પોઝિટીવ જણાઇ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી) એ આ અંગે જાણકારી આપી હતી. બોર્ડએ કહૃાુ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ જનારી ટીમ નો એક સભ્ય કોરોના પોઝિટીવ સામે આવ્યો છે. જે ખેલાડીને બે દિવસ બાદ ફરી થી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક નિવેદનમાં કહૃાુ, દક્ષિણ આફ્રિકા જનારી પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમના ૧૬ માર્ચ સુધીમાં કુલ ૩૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક ખેલાડીને છોડી ને તમામ ખેલાડીઓ નેગેટીવ આવ્યા છે. જે ખેલાડી પોઝિટીવ મળી આવ્યા છે, તેમને તેમના ઘરે જ ફરી થી ટેસ્ટ કરવામાં આવશે. જો તે નેગેટીવ જણાઇ આવશે તો તે, લાહોર જઇ શકશે. લાહોરમાં તેને બે દિૃવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડશે. ત્યાર બાદ તેનો ફરી થી ટેસ્ટ કરવામાં આવશે.

પાકિસ્તાનના ટીમના બાકીના સદસ્યો ગુરુવારે ટ્રેનિંગ કેમ્પના માટે લાહોરમાં એકઠા થશે. ટ્રેનિંગ કેમ્પ શુક્રવારે લાહોર ના ગદ્દાફી સ્ટેડિયમમાં શરુ થશે. પાકિસ્તાનમાં ક્રિકેટ પર કોરોનાનો પડછાયો છેલ્લા કેટલાક સમય થી લગાતાર વર્તાઇ રહૃાો છે. હાલમાં જ કોરોના ના મામલાને ચાલતા પાકિસ્તાની ટીમ ૨૬ માર્ચે દક્ષિણ આફ્રિકા ના પ્રવાસે જવા માટે રવાના થશે. આ પ્રવાસ દરમ્યાન ત્રણ વન ડે, ચાર ટી-૨૦ મેચની શ્રેણી રમાનારી છે. ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ ૧૭ એપ્રિલ એ ઝીમ્બાબ્વે પ્રવાસ માટે જશે. જ્યાં ત્રણ ટી-૨૦ અને બે ટેસ્ટ મેચ રમાનારી છે. ૧૨ મે એ ટીમ પરત ફરશે.