આમિર ખાનની વિરૂદ્ધ ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ દાખલ કરાવી ફરિયાદ

અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મ લાલિંસહ ચડ્ઢાનું શૂટિંગ કરી રહૃાો છે. આ મામલામાં તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફિલ્મના કેટલાક સીન શૂટ કરી રહૃાો હતો. પરંતુ શૂટિંગ કરવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ આમિર ખાન ઉપર કોવિડ પ્રોટોકોલની પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી મુજબ આમિર ખાનના ગાઝિયાબાદમાં હોવાની વાતને લઈને કેટલાક ચાહકો ખુબ જ ખુશ થઈ ગયા હતા. ચાહકો આમિર ખાનને મળવા માટે તેમના શૂટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા હતા. આમિર ખાને પણ તે લોકો સાથે મુલાકાત કરી હતી. પરંતુ તે સમયે આમિર ખાનને સરકારી નિયમોને તોડ્યા છે. ચાહકોને મળતા સમયે આમિર ખાને ન તો માસ્ક પહેર્યું છે કે ન તેમના ચાહકોએ.
આ સરકારી નિયમોનો ભંગ કરવા બદલ ભાજપના ધારાસભ્યએ આમિર ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. જો કે હજુ સુધી આમિર ખાન ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ફિલ્મમાં ફરી એક વખત આમિર ખાન કરીના કપૂર ખાન સાથે નજરે પડશે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચામાં કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આ ફિલ્મને બાયકોટ કરવાની માગ કરી રહૃાા છે. લોકો દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ પણ કરવામાં આવી રહૃાો છે.