આમિર ખાન બાદ ટીવી એક્ટર સુશાંત સિંહે સોશિયલ મિડિયામાંથી બ્રેક લીધો

ટીવી તથા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહે સો.મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. સોમવાર, ૧૫ માર્ચે મોડી રાત્રે પોસ્ટ શૅર કરીને કહૃાું હતું તે પોતાને રિબૂટ કરવા માગે છે. અત્યારે સુશાંતનું ટ્વિટર અકાઉન્ટ બંધ છે. ઈન્સ્ટાગ્રામમાં સુશાંત સિંહે સ્ક્રીનશોટ શૅર કરીને કહૃાું હતું, ’બ્રેક લઈ રહૃાો છું, સો.મીડિયા પ્લેટફોર્મ પરથી. રિબૂટ થવાની જરૂર છે.’

સુશાંતને પોતાના આ નિર્ણયનો મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. એક ફોલોઅરે કહૃાું હતું, ’આ પણ જરૂરી છે.’ અન્ય એકે કહૃાું હતું, ’આ પણ સારું છે. અહીંયા માત્ર ઝેર જ છે.’ જોકે, અનેક યુઝર્સે આવું ના કરવાની વિનંતી કરી હતી. તો કેટલાંક ફોલોઅર્સે મજાકમાં કહૃાું હતું કે તે પોતાનો ફોન તથા સોટવેરને અપડેટ કરે છે.

સુશાંત ’૧૬ ડિસેમ્બર’, ’જોશ’, ’સત્યા’, ’બેબી’, ’લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ફિલ્મમાં જોવા મળ્યો છે. તેણે ટીવી શો ’સાવધાન ઈન્ડિયા’ હોસ્ટ કર્યો હતો. સુશાંતે ખેડૂત આંદૃોલનને સપોર્ટ પણ કર્યો છે.