આમિર, શાહરૂખ, સલમાન કાયદૃાથી ઉપર છે ? તેમની દૃુબઈ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ

  • ભાજપ સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીનું નિવેદૃન

    બોલીવૂડના યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનુ રહસ્ય હજી પણ અકબંધ છે.જોકે તેના કારણે બોલીવૂડમાં સગાવાદનો કદરુપો ચહેરો લોકોની સામે આવી ગયો છે.
    હવે આ વિવાદમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કુદૃી પડ્યા છે.સ્વામીએ પણ સુશાંતના આપઘાતની સીબીઆઈ તપાસની માંગણી કરી છે.એટલુ જ નહી સ્વામીએ સ્ફોટક નિવેદન આપતા કહૃાુ છે કે, બોલીવૂડના ત્રણ ખાન સુપરસ્ટાર આમિર, શાહરુખ અને સલમાન સુશાંતના મોત પર કેમ ચૂપ છે.
    આ ત્રણે અભિનેતાઓએ દૃુબઈમાં ખરીદૃેલી પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ.તેમને કોણે દૃુબઈમાં પ્રોપર્ટી ગિટ આપી છે અને કેવી રીતે તેમણે તેની ખરીદૃી કરી છે તેની તપાસ જરૂરી છે.આ તપાસ ઈડી, સીબીઆઈ અને આઈટી વિભાગ દ્વારા થવી જોઈએ.શું આ ત્રણે અભિનેતા કાયદૃાથી પર છે.
    આ પહેલા સ્વામીએ કહૃાુ હતુ કે, સુશાંતના મામલામાં પોલીસ જે કહી રહી છે તે પ્રમાણે આ મામલો આત્મહત્યાનો છે તે સ્વીકારી લેવામાં આવે અથવા તો સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો છે તેની તપાસ કરવામાં આવે તેના પર વકીલ ઈશકરણિંસહ ભંડારી સાથે મેં ચર્ચા કરી છે. સુશાંતના આપઘાતના મામલામાં પોલીસ અત્યાર સુધીમાં ૩૪ લોકોના નિવેદન રેકોર્ડ કરી ચુકી છે.