આયા રામ, ગયા રામના નાટકો કયા સુધી ચાલશે ? : ડૉ.કાનાબાર

  • ચૂંટણી પછીના એકાદ વર્ષમાં તો નગરપાલિકાના વહીવટકર્તાઓને શાસન ટકાવી રાખવા “હપ્તા સિસ્ટમ’ ચાલુ કરવી પડે છે !
  • બહુમતી સિધ્ધ કરવાની હોય ત્યારે તો “ખરીદ વેંચાણ સંઘ’ શરૂ થઇ જાય છે મતદારો અને રાજકીય પક્ષો નીતિમતાના આ વસ્ત્રાહરણને જોયા કરે છે

અમરેલી,
તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગર પાલીકાની ચુંટણી હોય પછી લોકસભાની કે ધારાસભાની ચુંટણી હોય પણ આયા રામ ગયા રામ હાય રામની ભુમિકા તો ભજવાતી જ હોય છે ચુંટણી પછીના એકાદ વર્ષમાં તો નગર પાલીકાના વહીવટકર્તાઓને શાસન ટકાવી રાખવા હપ્તા સીસ્ટમ ચાલુ કરવી પડે છે બહુમતિ સીધ્ધ કરાવાની હોય ત્યારે તો ખરીદ વેચાણ સંઘ શરૂ થઇ જાય કારણકે મતદારો અને પક્ષો નિતીમતાના આ વસ્ત્રાહરણને જોયા કરે છે .
તેમ પ્રદેશ ભાજપના અગ્રણી અને અમરેલી જિલ્લા ભાજપના પુર્વપ્રમુખ ડો.ભરત કાનાબારે ટિવટર ઉપર ટિવટ કરીને ગંભીર ચિંતા વ્યકત કરી છે સાથે સાથે એવુ પણ ડો.ભરત કાનાબારે જણાવ્યું છે કે દરેક ટર્મમાં ભજવાતા આવા નાટકોમાંથી પ્રજાને કોણ બચાવશે ? તેઓ પ્રશ્ર ઉઠાવ્યો છે આયા રામ ગયા રામ અને હાય રામ ની ભુમિકાઅ ભજવાનારાઓએ પણ ગંભીરતા દાખવી જરૂરી બની છે.