આયુષ્માન ખુરાનાનાં ઘરે આવ્યું નાનું મહેમાન, તાહિરા કશ્યપે લખ્યું It’s a Girl…

આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપ નાં ઘરે એક નવું મહેમાન આવ્યું છે. અને તાહિરાએ આ નાનકડાં મેહમાનનું સ્વાગત સોશિયલ મીડિયા પર કર્યું છે. આ નાનકડા મેહમાનનાં સ્વાગતમાં તાહિરાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ’અમારા પરિવારનું નવું સભ્ય. આ એક દીકરી છે. તેનું નામ પીનટ. છે. ખરેખરમાં પીનટ તાહિરા અને આયુષ્માનનું નવું પેટ છે. જેની સાથે તાહિરાએ પોતાની તસવીર શેર કરી છે.
તાહિરાએ સોશિયલ મીડિયા પર લખય્યું છે કે, ’અમારા પરિવારમાં નવાં સભ્યની એન્ટ્રી થઇ છે. અને તેનું નામ પીનટ છે અમે સૌ તેને ખુબ પ્રેમ કરીએ છીએ.. પીનટની એક કહાની પણ છે. તાહિરા વધુમાં લખે છે કે, ’પીનટ ને લેવામાં અમારી મદદ કરનાર તે વ્યક્તિએ અમને કહૃાું કે, મોટે ભાગે લોકો મેલ ડોગ્સને પસંદ કરે છે તો તેનાંથી કોઇ ફરક નથી પડતો કે પીનટનો ભાઇ કેટલો ક્યુટહતો.
પણ પીનટ અમારી બીજી ચોઇસ નહીં બને….પ્લીઝ સ્વાગત કરો. તાહિરાની આ પોસ્ટ પર તેનાં દિયર અને આયુષ્માન ખુરાનાનાં ભાઇ અપારશક્તિ ખુરાનાએ કમેન્ટ કરી છે કે, તેઓ પણ બેબીનું વેલકમ કરવા આવી રહૃાાં છે. તો એક્ટ્રેસ કૃતિ સેનને લખ્યું કે, તે પીનટ ખુરાનાને મળવા ઉત્ષ્ાુક છે. તાહિરાની પોસ્ટ પર નુસત ભરુચા, યામી ગૌતમ, નીતિ મોહન, તારા શર્મા જેવાં ઘણાં સિતારાએ કમેન્ટ કરી છે.