આરકે ફિલ્મ્સ હવે બોલિવૂડમાં દમદાર વાપસી માટે તૈયાર

મેરા નામ જોકર, બોબી અને સત્યમ શિવમ સુંદરમ જેવી અનેક યાદગાર ફિલ્મો બનાવનારા નિર્માતા-નિર્દૃેશક રાજ કપૂરના બેનર આરકે ફિલ્મસને આજે દરેક કોઈ મિસ કરે છે. બે વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોના વેચવાના ખબર આવ્યા હતા તો લોકોએ આરકે બેનરના વાપસીની આશા ગુમાવી હતી. પરંતુ હવે આ બેનરને લઈને મોટા ખુશખબર આવ્યા છે. સમાચાર એ છે કે, આરકે ફિલ્મસ હવે બોલિવુડમાં દમદાર વાપસી માટે તૈયાર છે.
જોકે, ગત કેટલાક સમયથી એવા સમાચાર વહેતા થયા હતા કે, આરકે બેનરને ફરી એકવાર શરૂ કરવામાં આવશે. પરંતુ દર વખતે આ વાત અફવા સાબિત થઈ હતી. હવે રાજ કપૂરના દીકરા રણધીર કપૂરે આ વાત પર મહોર લગાવી દીધી છે કે, તેઓ આરકે બેનર નીચે ફિલ્મનું ડાયરેક્શન કરવા જઈ રહૃાાં છે.
રણધીર કપૂરે આ વાતને લઈને માહિતી આપી છે. તેઓએ કહૃાું કે, અમે આ ફિલ્મ બનાવવા જઈ રહૃાાં છે. હવે અમે આરકે બેનરને ફરીથી શરૂ કરવા જઈ રહૃાાં છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી પર આધારિત હશે અને આ ફિલ્મને રાજ કપૂરનો સૌથી નાનો દીકરો બનાવશે. જોકે, આ ફિલ્મના કાસ્ટીંગને લઈને રણધીર કપૂરે કોઈ માહિતી આપી નથી.