આરટીપીસીઆર લેબોરેટરીનો કલેકટરશ્રીના હસ્તે પ્રારંભ

  • અવધ ટાઇમ્સની ઝુંબેશમાં સૌ જોડાયા અને અમરેલીને સુવિધા મળી
  • અમરેલીની શાંતાબા ગજેરા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ના ટેસ્ટીંગ માટે લેબોરેટરી ઇન્સટોલ થઇ ગઇ : આજથી કોવિડના રિપોર્ટ અમરેલી લેબમાં જ તૈયાર થશે : કોરોનાનાં ફટાફટ રિઝલ્ટ મળશે

અમરેલી,
લોકડાઉન વખતથી શરૂ કરાયેલી અમરેલીને કોરોના લેબ મળે તે માટેની અવધ ટાઇમ્સની ઝુંબેશમાં સૌ જોડાયા હતા અને આજે અમરેલીને આ સુવિધા મળી રહી છે આજે સવારે 11:30 વાગ્યે અમરેલી શાંતાબા ગજેરા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીમાં આરટીપીસીઆર લેબોરેટરીનો કલેકટરશ્રી આયુષ ઓકના હસ્તે પ્રારંભ થનાર છે.
અમરેલીની શાંતાબા ગજેરા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ના ટેસ્ટીંગ માટે લેબોરેટરી ઇન્સટોલ થઇ ગઇ હોય આજથી કોવિડના રિપોર્ટ અમરેલી લેબમાં જ તૈયાર થશે અને તેના કારણે કોરોનાનાં ફટાફટ રિઝલ્ટ મળશે અત્યાર સુધી અમરેલીના રિપોર્ટ ભાવનગર જતા હતા અને વિલંબ થતો હતો અમરેલીની આ લેબ માટે વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ પણ અવધ ટાઇમ્સની ઝુંબેશમાં જોડાઇ સબળ રજુઆત અને ધરણા સુધીની લડત કરી હતી.