આરબીઆઇની ચેતવણી, કોરોના કાબુમાં નહીં આવે મોંઘવારી વધશે

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે આરબીઆઈએ ગઇ કાલે કહૃાું કે, જો તેના પર કાબુ નહીં કરાય તો તેનાથી માલ-સામાનની હેરાફેરી પર લાંબા સમય સુધી પ્રતિબંધ લાગી શકે છે અને સપ્લાય ચેઈન તૂટી શકે છે. જો એવું થયું તો તેનાથી દેશમાં મોંઘવારી વધી શકે છે. આરબીઆઈએ એપ્રિલ બુલેટિનમાં આ વાત કહી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવવ્રતની વડપણ હેઠળની ટીમે આ બુલેટિન તૈયાર કર્યું છે.

કન્ઝુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીએલ) આધારિત મોંઘવારી માર્ચમાં વધીને ૫.૫ ટકા થઈ ગઈ, જે ફેબ્રુઆરીમાં ૫ ટકા હતી. ખાદ્ય અને ઈંધણની કિંમતોમાં ઝડપથી મોંઘવારી વધી છે. સરકારે આરબીઆઈને ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી મોંઘવારીને ૨થી ૬ ટકાની વચ્ચે રાખવાનો લક્ષ્ય આપ્યો છે. બુલેટિનમાં કહેવાયું છે કે, મહામારી પ્રોટોકોલ, વેક્સિનેશનમાં ઝડપ, હોસ્પિટલો અને તેની સાથે જોડાયેલી સેવાઓના વિસ્તારની સાથે મહામારી પછી મજબૂત અને ટકાઉ ગ્રોથ પર ફોકસથી જ આગળનો રસ્તો નીકળશે.

કોરોનાની બીજી લહેર દેશમાં કહેર વરસાવી રહી છે. તેના કારણે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત ઘણા રાજયોએ સ્થાનિક સ્તર પર લોકડાઉન લગાવ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે, તેનાથી મોંઘવારી પર દબાણ વધી શકે છે. દેશમાં વધતા સંક્રમણના મામલા અને તેના કારણે લગાવાઈ રહેલા પ્રતિબંધોથી આઉટલુકમાં ભારે અનિશ્ર્ચિતતા વ્યાપ્ત થઈ ગઈ છે. તેનાથી એપ્રિલ અને મેમાં મોંદ્યવારી વધી શકે છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૫૩,૯૯૧ કેસ નોંધાયા છે. આ કેસો સાથે કુલ કેસોની સંખ્યા ૧,૭૩,૧૩,૧૬૩ થઈ ગઈ છે. હાલ દેશમાં ૨૮ લાખથી વધુ સક્રિય કેસો છે. આ દરમિયાન ૨,૮૧૨ લોકોના મોત થઈ ગયા. તે સાથે કોરોનાથી કુલ મોતનો આંકડો વધીને ૧,૯૫,૧૨૩ થઈ ગયો છે.

વડાપ્રધાન કાર્યાલય મુજબ ગત બે વર્ષમાં સેવાનિવૃત્ત થયેલા કે સમય પહેલા નિવૃત્તિ લેનારા સશષા દળોના ડોક્ટરોને તમના સંબંધિત નિવાસ સ્થાનની આસપાસ કોવિડ-૧૯ કેન્દ્રોમાં કામ કરવા માટે બોલાવાઈ રહૃાા છે. એટલું જ નહીં, આર્મી ઓક્સિજનની આપૂર્તિમાં પણ મદદ કરશે.