આરોપીનાં બહેન સામે ફરજમાં રૂકાવટનો જ ગુનો હતો તે જામીન ઉપર છુટી પણ ગયેલ છે : ડીવાયએસપી શ્રી ચૌધરી

અમરેલી,સાવરકુંડલા રૂરલ પોલીસનાં ગુજસીટોકનાં આરોપી અશોક જયતાભાઇ બોરીચાને પકડવા પોલીસ છઠી જાન્યુઆરીએ લુવારા ગયેલ ત્યારે તેની બેન હેમુબેન પોલીસની કામગીરીમાં અડચણરૂપ થયેલ તેથી આઇપીસી 186 મુજબ પોલીસે ગુનો રજીસ્ટર્ડ કર્યો હતો. અને તેનું કોર્ટમાં ચાર્જસીટ કરાતા હેમુબેન કોર્ટમાં જામીન આપી મુક્ત થયાં છે. છતાં પણ સમાજનાં કેટલાક લોકો અફવાઓ ચલાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેથી કોઇએ અફવાઓ માનવી નહીં અને ગેરમાર્ગે દોરાવવું નહીં કારણ કે, હાલ ચુંટણીઓને કારણે સભા, સરઘસ બંધી છે. તેવું કલેક્ટરનું જાહેરનામુ છે. છતાં પણ કેટલાક લોકો એવી અફવા ફેલાવે છે કે, હેમુબેન જેલમાં છે. તેવી અફવામાં કોઇએ માનવુ નહીં. હેમુબેનને 8મી ફેબ્રુઆરીએ જેલ મુક્ત કર્યા છે તેમ સાવરકુંડલા ડીવાયએસપીએ લોકોને જાહેર અનુરોધ કર્યો છે.