આરોપીને વાપી ગામેથી દબોચી લેતી અમરેલીની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

અમરેલી,અમરેલીના પોલીસ અધિક્ષકશ્રી શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી અમરેલની ચુનંદી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બી.વી. પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલની ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.61/2017 ૈંઁભ ક.363,366,376,114 પોકસો ક.18 મુજબ છેલ્લાં ત્રણેક વર્ષથી અપહરણના ગુન્હામાં મદદગારી કરનાર મધ્યપ્રદેશના રહેવાસી નાસતાં ફરતા આરોપી ઠાકોર નંદુભાઇ ભાભર ઉ.વ.-24 ધંધો-મજુરી મુળ-ગામ-રોજા (વિરપુર) તા.ગંધવાણી જી.-ધાર (એમ.પી.) હાલ-રહે.-વાપી ઠે.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ડી-માર્ટ મોલની સામેલ પદમ પ્લાસ્ટીક કારખાનામાં તા.વાપી જી.વલસાડવાળાને વલસાડ જીલ્લાનાં વાપી ગામે થી પકડી પાડેલ હતો.
આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ કરેલ હતી.