તા ૩૦.૧૨.૨૦૨૧ ગુરુવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ અગિયારસ, વિશાખા નક્ષત્ર, દ્યુતિ યોગ, કૌલવ કરણ આજે સાંજે ૭.૦૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન,ય)
મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
શુક્ર રાતોરાત લખપતિ થવાના સ્વપ્ન બતાવે છે
આજરોજ ગુરુવારને સફલા એકાદશી છે જેના વિષે હું અગાઉ લખી ચુક્યો છું શુક્ર મહારાજ વક્ર ગતિથી ગુરુના ઘરની ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગુરુ મહારાજ દેવગુરુ છે જયારે શુક્ર દાનવગુરુ છે. શુક્ર રાતોરાત લખપતિ થવાના સ્વપ્ન બતાવે છે જયારે ગુરુ આદર્શ રસ્તે પૈસા કમાવાની વાત કરે છે. શુક્રના ગુરુના ઘરમાં આવવા સાથે જ ડાઇરેક્ટ માર્કેટિંગ અને લોભામણી સ્કીમ પર નકેલ કસવામાં આવી છે તો બીજી તરફ અગાઉ લખ્યા મુજબ વિશ્વમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ પર ઘણું કામ થઇ રહ્યું છે અને ચીન આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ જજ લઈને આવી પહોંચ્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ એ હંમેશા વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે અને કલ્પના કહો કે ડર એવું પણ બની શકે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ આપણા દિમાગથી પણ બળવત્તર સાબિત થાય અને આપણી પર રાજ કરવા લાગે પેહેલી નજરે આ વાત કલ્પના જ લાગે પણ જે રીતે મોબાઈલ અને લેપટોપે આપણને ઘણી રીતે તેની પર નિર્ભર કરી દીધા છે એ પછી એવું લાગે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સને સ્વતંત્ર વિચારસરણી મળી જાય તો તે માનવજાત પર કાબુ પણ કરી શકે અને શિકારી ખુદ શિકાર બની જાય તે ડર આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ બાબતે હંમેશા રહેવાનો. જો કે આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ એ નવા યુગ તરફના મંડાણ છે અને પાડોશી ચીન સંશોધનના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે જે ભારતની સુરક્ષા માટે પડકારરૂપ પણ ગણી શકાય જેને માત આપવા આપણે પણ વધુ સજ્જતાની જરૂર રહેશે. નવા યુગ અને નવા વિશ્વની ઝાંખી આપણને મેટાવર્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સના સ્વરૂપમાં જોવા મળી રહી છે અને આશા કરીએ કે નવા સંશોધનો માનવજાતને પ્રગતિ તરફ લઇ જાય.