આલિયાએ પતિ નવાજુદ્દીન સિદ્દીકી અને તેમના પરિવારની વિરૂદ્ધ કર્યો કેસ

બોલિવૂડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીથી અલગ રહેતી તેમની પત્ની આલિયાએ પોતાના પતિ તેમજ તેમના પરિવારના ચાર સભ્યોની વિરૂદ્ધ ફરિયાદને લઈને બઢાના પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન દાખલ કરાવ્યું છે. આ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કુશલપાલિંસહે જણાવ્યું હતું કે આલિયા મુંબઈથી બુઢાના પોલીસ સ્ટેશનમાં આવીને પોતાનું નિવેદન દાખલ કરાવ્યું છે. તેણ જણાવ્યું કે આલિયાએ પોતાની ફરિયાદમાં લગાવવામાં આવેલ તમામ આરોપોના આધારે નિવેદન દાખલ કરાવ્યું છે.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહૃાું કે આલિયાએ ૨૭ જુલાઈએ મુંબઈ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી જેણે એક એફઆઈઆર દાખલ કરી અને તેના આધારે બુઢાના પોલીસ સ્ટેશનમાં મોકલી આપી અને આ ગુનાનું જે સ્થાન દર્શાવવામાં આવ્યું છે તે આ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. કુશલપાલિંસહે કહૃાું કે આલિયાએ પોતાના નિવેદનમાં ૨૦૧૨માં અભિનેતાના ભાઈ મિન્હાજુદ્દીન સિદ્દીકી દ્વારા પરિવારના એક સભ્યની છેડછાડનો પણ આરોપ કર્યો. આલિયાએ એ પણ આરોપ લગાવ્યો હતો કે તેણે છેડછાડની ઘટના વિશે સસુરાલમાં દરેકને જાણ કરી હતી. પરંતુ પરિવારવાળાએ તેને મૌન રહેવા અને આ મામલાનું પરિવારની અંદર જ સમાધાન કરવા માટે કહૃાું.
નવાજુદ્દીન સિદ્દીકી કોવિડ-૧૯ લોકડાઉનના પગલે મુંબઈથી બુઢાનામાં પોતાના જુના ઘરે પરત ફર્યો હતો અ ત્યારથી અિંહયા જ રહેતો હતો. તેમના પરિવારના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહૃાું કે જ્યારે આલિયા પોતાનું નિવેદન દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે અભિનેતા તેમના ઘરે હાજર નહોતો. તે દહેરાદૃૂનમાં હતો. નવાજુદ્દીનના પરિવારના સભ્યોએ આલિયાના આરોપો ખોટા હોવાનું કહેતા કહૃાું હતું કે તે પરિવારના કોઈપણ સભ્યને મળવા માટે ઘરે જ નથી આવી.