આલિયા ભટ્ટે અધધ…૧.૮ લાખનો બ્લેક મિનિ ડ્રેસ પહેરી બર્થ-ડે પાર્ટી માણી

૧૫ માર્ચના રોજ આલિયા ભટ્ટે પોતાનો ૨૮મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કરન જોહરે આલિયા ભટ્ટના જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં આલિયાએ બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો. હવે આ ડ્રેસની કિંમત સામે આવી છે.

આલિયાએ મેગડા બટ્રિમનો બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો. સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ લક્ષ્મી લેહરે સો.મીડિયામાં આલિયાની તસવીરો શૅર કર્યો હતો. આ ડ્રેસની કિંમત વેબસાઈટ પ્રમાણે અમેરિકન ડોલર ૨૫૭૫ છે. ભારતીય ચલણ પ્રમાણે આ ડ્રેસની કિંમત ૧,૮૬,૬૪૫ રૂપિયા જેટલી થાય છે.

કરન જોહરે ૧૪મી રાત્રે પાર્ટી આપી હતી. ૧૫મીએ આલિયાએ માતા સોની રાઝદાન, નીતુ સિંહ, બહેન શાહીન તથા અન્ય સાથે પાર્ટી માણી હતી.

આલિયાની બર્થડે પાર્ટીમાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ અલગ-અલગ કારમાં આવ્યા હતા. અર્જુન તથા મલાઈકા એક જ કારમાં જોવા મળ્યા હતા. અર્જુને જાતે કાર ડ્રાઈવ કરી હતી. ’બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી પણ પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત ડિરેક્ટર શકુન બત્રા, શશાંક ખૈતાન તથા આદિત્ય રોય કપૂર પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. શાહરુખનો દીકરો આર્યન ખાન પણ આવ્યો હતો.