અમદાવાદ, આજ સવારથી જ અમદૃાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યાનું અનુભવાઇ રહૃાું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહૃાું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહૃાો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહૃાા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે,ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં થશે ઘટાડો. હવામાન વિભાગે 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, આગામી દિૃવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદૃેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. હાલમાં ઠંડી પડી રહી છે ત્યારે 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દૃેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ અને હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી આવવાની શકતા રહે છે. જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શકતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 15, 16, 17 માં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું થવાની શકયતા છે. ગત વર્ષોમાં સૌથી નીચા તાપમાનની વાત કરીએ તો, 4 નવેમ્બર 2018ના 14.2, 2 નવેમ્બર 2019ના 16.2, 16 નવેમ્બર 2020ના 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદૃાવાદમાં આગામી 3 દિવસ 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.