ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ જોન કોટ્સે આગામી વર્ષે ટોક્યો ગેમ્સ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહૃાું કે, આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક સમયસર થશે. પછી ભલે કોરોના સાથે થાય કે કોરોના વગર. કોરોનાને કારણે આ વર્ષે થનાર ટોક્યો ગેમ્સ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. હવે તે ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી ૨૦૨૧માં થશે. જોન કોટ્સ, ટોક્યો ઓલિમ્પિક્સ માટે બનાવવામાં આવેલી આઈઓસી કમિટીના ચીફ પણ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહૃાું, તે (ટોક્યો ઓલિમ્પિક) નિર્ધારિત સ્થળ અને સમય પર હશે. કોરોના સાથે કે કોરોના વગર. ગેમ્સ આવતા વર્ષે ૨૩ જુલાઈથી શરૂ થશે.
ગેમ્સ માટે કોરોના વેક્સીનની શરત જરૂરી નથી: મુતો, તાજેતરમાં, ટોક્યો ગેમ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તોશીરો મુતોએ કહૃાું હતું કે, આવતા વર્ષે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક માટે કોરોના વેક્સીન જરૂરી નથી. આઈઓસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ચર્ચા થઈ ગઈ છે. જો આ સમય દરમિયાન વેક્સીન આવે છે, તો તે ગેમ્સ માટે સારું રહેશે. જો કે, જો તમે મને પૂછો કે વેક્સીન એક શરત છે, તો હું તેનો ઇનકાર કરું છું.