આવતી કાલથી ગીરના જંગલમાં ચાર માસનું વેકેશન : સિંહ દર્શન પર પ્રતિબંધ

અમરેલી,
રાજ્યમાં શાળાઓનું વેકેશન પુરૂ થઇ ગયુ છે ત્યારે આવતી કાલથી શાસણ ગીરમાં સિંહોનું ચાર માસનું વેકેશન શરૂ થશે સિંહોના સંમોવન કાળને કારણે વન વિભાગ દ્વારા સિંહ દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. એશીયાટીક સિંહોના નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 15 ઓકટોબર સુધી પ્રવાસીઓ સફારી પાર્કમાં સિંહ દર્શન કરી શકશે નહી. સિંહોના મેટીંગ પીરીયડને કારણે આ નિર્ણય લેવાયાનું જાણવા મળ્યુ છે.